Botad Fire News: ગુજરાતમાંથી સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. હુજ ગઈકાલે જ અમદાવાદ શહેરમાં પાંચ સ્થળો પરથી આગ લાગવાની ઘટના સામે આવી હતી. એવામાં આજે બોટાદમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે.
બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાના જલાલપર ગામે જીનિંગ ફેકટરીમાં આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. જલાલપર ગામે આવેલ ભૂમિ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક જ આગ લાગી હતી. જિનના ગ્રાઉન્ડમાં પડેલ કપાસના ઢગલામાં અચાનક આગ લાગતા પંથકમાં ચકચારી મચી જવા પામી હતી.
આગ લાગવાની જાણ થતાં જ ગઢડા, બાબરા અને દામનગરના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગવાનું કારણ હજુપણ અકબંધ છે. તેમજ ખૂબ મોટું નુકસાન થયું હોવાની સંભાવના વર્તાઈ રહી છે. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જો કે, આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નહિ.