
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મેદાનમાં રહેતા શ્રમિક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ થતા તેની પત્નીએ પણ છેલ્લું પગલું ભરવા ધાબા પર ચઢી હતી. પરંતુ આસપાસના લોકોએ તેને પકડી પાડીને સમજાવી હતી.
બનાવની જાણ થતા બોડેલી પોલીસે ઘટનાસ્થળે જઈ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડયો હતો. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બોડેલી શહેરમાં આવેલા હરિફાઈ માર્કેટ મેદાનમાં ખુલ્લી જમીનમાં પડાવ નાખી રહેતા યુવકે આજે અચાનક જ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક યુવકની પત્નીએ પણ દોડીને પાસેની દુકાનના ધાબે ચઢીને નીચે પડીને આપઘાત કરવા જતા આસપાસના લોકોએ સમજાવીને નીચે ઉતારી દીધી હતી. મૃતકની પત્નીએ જણાવ્યું કે મારો પતિ જતો રહ્યો તો હું શું કરી તેમ ધાબે ચઢી હતી. આપઘાતની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.