
છોટાઉદેપુરના સંખેડાના હાંડોદમાં કપાસની જિનમાં ખેડૂતને માર મારવાની ઘટનામાં ચૈતર વસાવાએ પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપો પોલીસ સ્ટેશનમાં ખાતે હજારોની સંખ્યામાં ચૈતર વસાવા અને ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા અને પોલીસ જિન માલિકોને અને સી.સી.આઈના અધિકારીઓ સામે પગલાં નહીં ભરે તો પાંચ દિવસમાં ઉગ્ર આંદોલની ચીમકી પોલીસ સમક્ષ ઉચ્ચારી હતી.
ચૈતર વસાવાના આક્ષેપ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ખાતે ગઈ કાલે તિલાકવાળા તાલુકાના પીંછીપુરા ગામના લ્હેડૂત અને તેના પુત્રને થાંભલા ઉપર બાંધીની માર મારવામાં આવ્યો હતો આ ખેડૂતનો આક્ષેપ હતો કે અમને સી.સી.આઈ પુરા ભાવ આપતી ન હતી જેની રજુઆત કરતા જીન માલિક અને તેના માણસો દ્વારા અને સી.સી.આઈના અધિકારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો પરંતુ પોલીસ 24 કલાક બાદ ફરિયાદ દાખલ કરતા તેમાં જીન માલિકોને બચવાનો પ્રયાસ કરતા હોવાને લઇ ચૈતર વસાવા હાંડોદ ખાતે પોહચી ને ખેડૂતો સાથે સભા કરી હતી અને ગંભીર આક્ષેપો સી.સી.આઈ ના અધિકારીઓ ઉપર લગાવ્યા હતા અને ચૈતર વસાવા એ સી.સી.આઈના અધિકારીઓ હર રોજ 2 લાખ કમાઈ છે ખેડૂતોને ઓછા ભાવ આપે છે
પોલીસને આપી ચીમકી
બહારના બોગસ ખેડૂત બનાવી તેમની નકલો લાવી કપાસની ખરીદી કરવામાં આવે છે જ્યારે ખેડૂતો કપાસ વેહચવા આવે ત્યારે ખેડૂતોને ભાવ આપવામાં આવતો નથી જયારે એક હજાર ખેડૂતો સાથે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પોહચ્યા હતા અને જ્યારે પોલિસ સ્ટેશનના કેમ્પસમાં ખેડૂતોએ સુતરચાર પણ કાર્ય હતા સાથે ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓ ને ખુલ્લાઆમ જીન માલિકોને અને સી.સી.આઈ ના અધિકારીઓને બચાવસો નહીં અને જે કલમો લગાવામાં આવી છે હળવી કલમો લગાવામાં આવી છે ટેબલ પર જામીન મળે તેમ કલમ હોય આ ગંભીર બાબત હોય અને જગતના તાતને બાંધીને માર મારવામાં આવતો હોય ત્યારે ગંભીર ઘટના હોય જે કલમો હોય તે ન લગાવતા અન્ય કલમ લગાવી જીન માલિકોને અને તેના પુત્રનું ફક્ત નામ લખવામાં આવ્યો છે વીડિયોમાં સ્પષ્ટ લોકો દેખાય છે પછી કેમ એફ.આઈ.આરમાં નામ લખવામાં આવ્યા નથી તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જયારે ચૈતર વસાવાએ પોલીસને ચીમકી પણ આપી છે કે પાંચ દિવસમાં ખેડૂતને નાય નહીં મળે તો ઉગ્ર આંદોલ કરવા અને જીનની લાઇસન્સ રદ કરાવવા પોલીસને રજુઆત કરી છે.