
છોટાઉદેપુરના બોડેલી સંખેડા પાવીજેતપુર તાલુકાઓમાં કેળાની ખેતી તરફ ખેડૂતો વળતા તેમાં શિકાટોકા નામનો રોગચાળો આવે છે. આ રોગચાળો કેળાના થડમાંથી શરુ થાય છે. બાદમાં પાંદડા ઉપર પહોંચે છે. તેનાથી પાંદડા સુકાઈ જાય છે. આ રોગચાળો કેળાની લૂમ સુધી પહોંચે છે. કેળા ત્રણથી ચાર દિવસમાં જ છોડ ઉપર પાકી જાય છે. ખેડૂતોને લૂમ પાકી જાય તો ઓછા ભાવે કેળા વેચી દેવા પડે છે. ત્યારે ખેડૂતોને નુકશાન જાય છે. અત્યાર સુધી કપાસની ખેતી કરતા હતા. કપાસની ખેતીએ રડાવ્યા હવે કેળાની ખેતી રડાવે છે.
ચાર વર્ષથી રોગચાળો આવે છે
આ રોગચાળાની દવા કૃષિ વિભાગ આજદિન સુધી બનાવી શક્યું નથી. છેલ્લા ચાર વર્ષ થી આ રોગચાળો આવે છે. હાલ કૃષિ વિભાગે સર્વે કરવા માટે ખેડૂતોને ફોર્મ ભરવા માટેની સૂચના આપવામાં આવી છે. પરંતુ ખેડૂતોને ચાર વર્ષમાં એકપણ રૂપિયાની સહાય માટે સરકાર આગળ આવી નથી.
સહાયનો માપદંડ નક્કી નથી
સરકારે ખેડૂતોને સહાય આપવામાં 33 ટકાની નુકશાનીનું માપદંડ નક્કી કરેલ છે. તેમાં સુધારો કરવો જોઈએ. કારણ કે આદિવાસી વિસ્તારમાં નુકશાની પછી દિવસો સુધી સર્વે માટે ટીમો પહોંચતી નથી. સર્વે કરવા આવનાર ટીમ ઓછી નુકશાની બતાવી અને સરકારને રિપોર્ટ કરે છે. ત્યારે લોકોને ખેતીમાં નુકશાનીની સહાય મળતી નથી.