
છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ બોર્ડ બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળી નથી. ભાજપને ફક્ત આઠ બેઠક મળી છે. જ્યારે બહુમતી માટે 15 બેઠકોની જરૂરિયાત છે. ત્યારે સાત બેઠકો ઓછી પડતાં અપક્ષોના સહારો અથવા તો સમાજવાદી પાર્ટીના બોર્ડ બનાવવા માટે સહારો લેવો પડશે. પરંતુ, અપક્ષો સમાજવાદી પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી ગુજરાત સમાજ પાર્ટીના સભ્યો ભાજપને સત્તાથી દૂર રાખવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર વંદન પંડ્યા ચૂંટાયા બાદ તેઓને પૂછતા ભાજપનું મોવડી મંડળ નક્કી કરશે ભાજપ કોની સાથે ગઠબંધન કરશે.
તંત્રના દુરુપયોગનો આક્ષેપ
છોટાઉદેપુર નગરપાલિકામાં બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર હારતા સરકારી તંત્રનો ભાજપે ઉપયોગ કરીને હરાવ્યા છે. લોકશાહી ઢબે ચૂંટણી થઈ નથી. સમાજ બહુજન વાદી પાર્ટીની 6 બેઠકો આવતા ભાજપને કોઈ પણ જાતની મદદ નહીં કરીએ. બોર્ડમાં ભાજપને સપોર્ટ નહીં કરીએ. સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને ભાજપ અમારા વોર્ડમાં ચૂંટણી લડી છે.