
છોટાઉદેપુર ખાતે આવેલ એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે. ડેપોમાં આવતા મુસાફરોને બેસવાની જગ્યા ન હોવાથી ગર્મીમાં ઝાડ નીચે બેસવા માટે કમ્પાઉન્ડ વોલ પાસે આવીને બેસે છે. આટલી મોટી કમ્પાઉન્ડ વોલ જર્જરિત હોવા છતાંય એસટી વિભાગ કુંભ કર્ણની નિંદ્રામાં હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રજા મુશ્કેલીમાં
છોટાઉદેપુર એસટી ડેપોમાં ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશ રાજ્યની એસટી બસો આવે છે. તેમાં હજારો મુસાફરો આવે છે. ત્યારે એસટી વિભાગના અધિકારીઓ ડેપોમાં પૂરતી વ્યવસ્થા કરતા નથી તેમજ કમ્પાઉન્ડમાં લોકો બેસે છે. ત્યારે કમ્પાઉન્ડ વોલ આવી રીતના તૂટેલી હોય અને કોઈ દુર્ઘટના બને તો કોની જવાબદારી છે. વિકાસની વાતોના ગુણગાન ગાવામાં નેતાઓ પ્રજાને પડતી મુશ્કેલીઓ અને જોખમી પ્રોટેક્શન વોલની જોવા માટે પણ આવતા નથી.