
કહેવાય છે કે, ચૂંટણીમાં પરિવાર વચ્ચે પણ એકતા રહેતી નથી. ત્યારે છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી માટેનો ખરેખરીનો જંગ જોવા મળી રહ્યો છે. એક જ પરિવારના ચાર સભ્યો વચ્ચે જોવા મળી રહ્યો છે. એક જ વૉર્ડમાં પતિ અને પત્ની આમને સામને છે તો બે ભાઈઓ અલગ અલગ વોર્ડમાંથી અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.
પરિવારના સભ્યો અલગ અલગ રીતે લડે છે જંગ
છોટાઉદેપુર નગરની ચૂંટણી માટે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. તે આમને સામને ચૂંટણી લડતા પતિ પત્ની ને લઈને.. ફારુક ભાઈ મોહમદ ફોદા જે ભારત નિર્માણ મંચમાંથી ચૂંટણી લડે છે. ત્યારે તેમની પત્ની સાબેરા ફારૂકભાઈ ફોદા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમનો એક પુત્ર આરીફ ભાઈ ફોદા ભાજપમાંથી વોર્ડ નબર ત્રણમાંથી લડી રહ્યો છે. જ્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસેમાંથી સમજાની ફોદા લડી રહ્યો છે.
મતભેદ પરિવારમાં ન હોવાનો દાવો
એક જ પરિવારના સભ્યો છે. જોકે વોર્ડ નંબર 6માં ચૂંટણી લડતા ફારૂક ભાઈ ફોદાનું કહેવું છે કે, અમે બંને પતિ પત્નીએ ચૂંટણી માટે ફોર્મ ભર્યા હતા. જોકે ફોર્મ પરત ખેંચવાનું રહી ગયું હતું. ભાજપમાંથી ચૂંટણી લડતા આરીફ ભાઈનું કહેવું છે કે, ભાજપે મને ટિકિટ આપી છે. ભલે અમારા પરિવાર અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી લડે છે. પરંતુ અમારામાં કોઈ મતભેદ નથી.આખું ફોદા પરિવાર વર્ષોથી રાજકારણમાં છે. ચૂંટણી લડતા આવ્યા છે. ત્યારે નગરજનોમાં ચોરે અને ચૌટે ચર્ચા એ વાતની છે કે તમામ પરિવારજનો ચૂંટણી લડી રહ્યા છે. તેમાં કોણ નગરપાલિકાની ચૂંટણી જીતે છે.