છોટાઉદેપુર જિલ્લામાં ચાર જેટલા પુલો અને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે. જેથી કોંગ્રેસે ત્રણ ધારાસભ્યો અને સાંસદ અને પ્રભારી મંત્રીના ફોટા વાળા બેનર મારીને ચોકીદારો ક્યાં છે? લોકોની ખબર અંતર પૂછવા માટે આવતા નથી. 10 લાખ લોકો હેરાન પરેશાન છે. કોંગ્રેસ દ્વારા આવા બેનરો મારતા ભાજપની છાવણીમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસનું નવું સંગઠન હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આવા બેનરો છોટાઉદેપુરમાં અનેક જગ્યાઓ ઉપર મારતા હાલ તો ભાજપની છબી ખરડાઈ છે. ચોકીદારનો સિમ્બોલ લગાવીને ફરતા નેતાઓ ગાયબ થઈ જતા હાલ તો કોંગ્રેસે તેઓ સામે મોરચો માંડીને બેનરો મારતા હાલ તો ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. નેતાઓ પ્રજાની ખબર અંતર પૂછતા નથી અને લોકોની સમસ્યા જાણવા માટે બહાર ન નીકળતા કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવીને મોરચો માંડ્યો છે.