છોટાઉદેપુર જિલ્લાના ડુંગરાવાંટ ગામે જિલ્લાના સૌથી મોટો સુખી જળાશય યોજનાના ડેમ બનાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર, છોટાઉદેપુર અને બોડેલી તાલુકાના 92 ગામોના 17094 હેક્ટર પિયત વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે અને પંચમહાલ જિલ્લાના 39 ગામો 3607 પિયત વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરી કેનાલો બનાવવામાં આવી.1978એ કેનાલો બનાવવાની શરૂઆત કરવામાં આવે અને 1985 –86માં આ કામ પૂર્ણ થતા 131 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળવા નો શરૂ થયો હતો. સિંચય નું પાણી મળતા ખેડૂતોમાં ખુશી હતી.
225 કરોડનો ખર્ચ
વર્ષો બાદ સુખી ડેમના જમણા કાંઠા અને ડાબા કાંઠા માં પથરાયેલ કેનાલો નું 225 કરોડ ના ખર્ચે સુધારાના અને આધુનિકરણ કરવા માટે સરકારે નક્કી કર્યું અને કામગીરી કરવા માં આવી .જૂની જે જગ્યા એ નવી કેનાલો બની .પરંતુ આ કેનાલો માં સુખી ડેમ નું પાણી છોડવા માં આવે તે પહેલાં જ મસ મોટા ગાબડા પડી ગયા. જ્યાં જુવો ત્યાં તિરાડો પડી ગઈ. જેને લઈ ખેડૂતો માં ખસી નારાજગી જોવાઈ રહી છે. ખેડૂતો નું કહેવું છે કે પહેલા જે કેનાલો હતી તેના દ્વારા સિંચાઈ નું પાણે એ મળતું હતી હવે આ જે કેનાલો બની છે તેને લઈ પાણી મળવા પર ચિંતા વ્યક્ત લોકો કરી રહી છે . આ કેનાલો નું તો વિધિવત લોકાર્પણ પણ કરવા માં આવ્યું નથી અને આ હાલ જેને લઈ સમજી શકાય છે કે કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવા માં આવ્યો હશે.
સીધા આક્ષેપ કરાયા
કેનાલો માં પોપડા અને તિરાડો ને લઈ સીધો આક્ષેપ કોન્ટ્રાક્ટ પર કરવા માં આવી રહ્યો છે . કામગીરી જે પ્રમાણ માં કરવા માં આવે છે તે ચોક્કસ દેખાઈ રહ્યું છે કે તેમાં ખાયકી જ કરવા માં આવી છે. જેને લઈ કોંગ્રેસ ના કેટલાક કાર્યકરો ત્યાં પહોંચ્યા અને ભ્રષ્ટાચાર ના ગાબડા પાસે ઊભા રહી સુત્રોચાર કર્યા . સરકાર ન પૈસા ના ઉપયોગ કરવા માં આવ્યો છે .અને કામગીરી યોગ્ય નથી કરવા માં આવી તેની તપાસ કરવા ની માંગ કોંગ્રેસ ના નેતા કરી રહ્યા છે. ખેડૂતો પણ કરવા માં આવેલ કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છેકે કામગીરી એક વર્ષ થી કરવા માં આવે તેના ઉપર કોઈ પણ અધિકારી એ કેમ ધ્યાન ના લીધું .વર્ષો પહેલા બનેલ કેનાલો ચાલી પરંતુ હાલ ની બનેલ કેનાલો માં કેમ ગાબડા પડી ગયા
પાણી છોડાતા પહેલા જ કેનાલ જર્જરીત
આ બાબતે જ્યારે સિંચાઈ વિભાગ ન અધિકારી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે 38 કિમી ની લાઇન પીકી 21 કિમી લાઇન નું અપડેટ કરવા માં આવ્યું છે. જેમાં 16 કિમી કમ્પ્લિત કરવા માં આવી છે . કેટલીક જગ્યા એ ગોરાટ વાલી જમીન છે અને કેનાલ નીચે થી વરસાદી પાણી ન નિકાલ માટે જે પાઇપો નાખવા માં આવે છે તેમાં પથ્થરો અને લાકડા આવી જતા કેનાલ ડેમેજ થયેલ છે. જો કે આ ગેરંટી પીરીયડ માં હોય તેને ફરી થી રિપેર કરવા માં આવશે. છોટાઉદેપુર ના પંચમહાલ જિલ્લા ના ખેડૂતો ને સિંચાઈ નો લાભ મળે તે માટે બનાવેલ સુખી સિંચાઈ ડેમ ના પાણી થી ખેડૂતો સુખી હતા હવે આજ સુખી ડેમ ની કેનાલો માં પાણી છોડતા પહેલા જ જર્જરીત બની જતા ખેડૂતો દુઃખી જોવાઈ રહ્યા છે.