સ્થાનિક સ્વરાજ્ચની ચૂંટણીને લઈને ભાજપમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપે મોટી કાર્યવાહી કરી છે. નગરપાલિકા ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાંચ જેટલા સક્રિય કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ આ મામલે મોટી કાર્યવાહી કરી છે જેમાં શહેરમાં ભાજપના પાંચ સક્રિય સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

