
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા એસટી ડેપોમાં તમામ સીસીટીવી કેમેરા બંધ છે. પાણીનું વોટરકુલર બંધ હોવાથી નળમાં ગરમ પાણી આવે છે. જ્યારે ડેપોમાં દિવાલ ફેન ( પંખા) લગાવવામાં આવેલ છે. તે તમામ બંધ છે ઇલેક્ટ્રીક રૂમમાં જીવતા બોમ્બ સમાન ખુલ્લા વાયરો એસટી તંત્રનો અંધેર વહીવટ બહાર આવ્યો છે.
મુસાફરો પર જોખમ
છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટો એસટી ડેપો બોડેલી ખાતે આવેલો. છે રોજ હજારો મુસાફરો સૌરાષ્ટ્ર, સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં જવા માટે મુસાફરો મોટી સંખ્યામાં આવે છે. મુસાફરોથી એસટી ડેપો 24 કલાક ધમધમે છે. જ્યારે એસટી ડેપોમાં વોટરકુલર લગાવવામાં આવેલ છે. તે બંધ હાલતમાં છે. નળમાં પાણી આવે છે. તે ગરમ પાણી આવે છે. જેનાથી મુસાફરોને વેચાતો પાણીનો બોટલ લઈને પીવા મજબૂર બનવું પડે છે. જ્યારે એસટી ડેપોમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. દિવાલ ફેન લગાવવામાં આવેલ છે, તે બંધ હાલતમાં છે.
ખુલ્લું વાયરીંગ
હાલ ગરમીની સિઝન ચાલુ છે. 42 ડિગ્રી તાપમાનનો પારો પહોંચી ગયો છે. દિવાલ ફેન ચાલતા ન હોવાથી એસટી બસની રાહ જોઈને બેઠેલા મુસાફરો પરસેવે રેબઝેબ થાય છે. જ્યારે સરકાર કરોડો રૂપિયાના ખર્ચે ડેપો બનાવ્યો અને તે વખતે ઇલેક્ટ્રિક રૂમ બનાવ્યો તેમાં વાયરીંગ ખુલ્લું છે. મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે. ત્યારે હજારો મુસાફરો ડેપોમાં આવતા હોય ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય અને લોકોને જીવ નું જોખમ ઊભું થાય તો કોની જવાબદારી જ્યારે એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા બે માસથી બંધ છે. પરંતુ તેને ચાલુ કરાવવા માટે તંત્ર એ કોઈ પગલા લીધા નથી.