
આદિવાસી વિસ્તારમાં અંતરિયાળ ગામોમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને ઓછું અનાજ અપાતું હોવાનું સામે આવ્યું છે. છોટાઉદેપુરના આમરોલી ગામમાં ગરીબોના અનાજમાં કટકી થતી હોવાનું વાયરલ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં દુકાનદાર દ્વારા ઓછું અનાજ અપાતું હોવાનું સામે આવતાં હાલ તપાસ કરવાની માગ ઉઠી છે.
તપાસની માગ
આમરોલી ગામે સસ્તા અનાજ ની દુકાન મા ગરીબ રેશનકાર્ડ ગ્રાહકો ને સંચાલક અનાજ ઓછું આપતો હોવાનું સોશિયલ મીડિયામાં સામે આવ્યું છે. એક પરમીટ ઉપર પાંચ કિલો અનાજ ઓછું આપતાં ગ્રાહકો પ્રશ્ન કરતા ઉપરથી કટ્ટામા અનાજ ઓછું આવતું હોવાનો સંચાલક જણાવી રહ્યો છે.ગરીબો ને અપાતા રેશનકાર્ડ ના અનાજ માંથી કોના માટે આટલી હદે કટકી કરાય તે પ્રશ્નો રેશનકાર્ડ ગ્રાહકો ઉઠાવી રહ્યા છે. અગાઉ પણ આ દુકાન સસ્પેન્ડ કરાઈ હતી છતાંય ફરી એનું એજ અનાજ કટકી શરૂ કરાતા પુરવઠા વિભાગ ધ્યાન આપે તેવી માંગ ઉઠી.
કટકી કરાતી હોવાના આક્ષેપ
ગ્રાહક ઇકબાલ પઠાણે કહ્યું કે, ઘણા સમયથી આ રીતે ઓછું અનાજ આપવામાં આવતું હતું. ત્યારે અમે તંત્ર પાસે આ દુકાનદાર સામે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરીએ છીએ. ઘણા સમયથી આ પ્રકારે અનાજમાં કટકી કરવામાં આવી રહ્યું હતું. ત્યારે કેટલું અનાજ અત્યાર સુધી લોકોને ઓછું આપવામાં આવી રહ્યું છે તે અંગે તપાસ થવી જોઈએ.