ગુજરાતભરમાંથી ચોર તસ્કરોનો ત્રાસ યથાવતરુપે જોવા મળી રહ્યો છે. રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોવા છતાં કેટલાક ચોરો પોતાની હરકતોમાંથી બાજ નથી આવી રહ્યા. એવામાં છોટાઉદેપુરમાંથી ચોરીની ઘટના સામે આવી રહી છે જેમાં દિવસ દરમિયાન એક શખ્સ દ્વારા દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીની મધ્યમાં આવેલી એક મોબાઈલની દુકાનમાં ધોળા દિવસે ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મેન બજારમાં આવેલ મુનશી મોબાઈલ નામની દુકાનેથી નવો મોબાઈલ ચોરાયો હતો. નવા મોબાઈલના બહાને આવેલ યુવક LAVA BLAZE X મોબાઈલની ચોરી કરી હતી. જો કે, ચોરી કરતો યુવક CCTV માં કેદ થયો હતો.