છોટાઉદેપુરના બોડેલીને અડીને આવેલા ચાચક વિસ્તારમાં ખાનગી હોસ્પીટલના પાછળના ભાગે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ પડેલો જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલ દ્વારા ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકી લોકો અને મુંગા પશુના આરોગ્ય સામે ચેડા થઇ રહ્યા છે. મેડિકલ વેસ્ટ પશુઓના પેટમાં જાય તો નુકશાન કારક બને છે. આનાથી ઉડતા જીવાણુઓ પણ દરેક જીવ માટે નુકસાન કરક થઈ શકે મેડિકલ વેસ્ટના કારણે જમ્સ ફેલાય અને બીમારીઓ ફાટી નીકળે તેવી દહેશત છે. તેનું જવાબદાર કોણ? તેવી ચર્ચા પ્રજામાં જાગી છે. સ્થાનિક તંત્ર બોડેલીમાં જાહેર જગ્યા પર મેડિકલ વેસ્ટ હોસ્પીટલ દ્વારા નાખવામાં આવતા હોવાના બનાવો અગાઉ અનેક વખત સામે આવ્યા છે ત્યારે ફરી વાર ખાનગી હોસ્પીટલની લાપરવાહી સામે આવી છે ત્યાર આવી લાપરવાહી કોઈકનો જીવ જોખમમાં મૂકી શકે.આવુ તો અનેકવાર સામે આવ્યુ છે તંત્ર દ્વારા આવી લાપરવાહ હોસ્પિટલ સામે દંડ ફટકારવામાં આવશે કે અન્ય કાર્યવાહી કરવામાં આવે તે જોવુ રહ્યું.