છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામ નજીક આવેલા રેલ્વે ઓવર બ્રિજ પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી એક SUV કાર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બ્રિજની સુરક્ષા દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અચાનક સર્જાયેલા અકસ્માતમાં કારનો આગળના હિસ્સાને ભારે નુકસાન થયું હતું. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે, જો કે કારમાં હાજર એક વ્યક્તિ અંદર ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઓવર સ્પીડ અને લાપરવાઈથી વાહન ચલાવવાનું જોખમ ઉજાગર કર્યું છે.