છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ વિસ્તારમાં આજે ઓરસંગ નદીમાં આવેલા ધસમસતા પાણીના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. નદીમાંથી પસાર થતી રેતી ભરેલી ટ્રક અચાનક વધેલા પાણીમાં ફસાઈ ગઈ અને થોડી જ વારમાં પાણીમાં તણાઈ ગઈ. ટ્રક નદી પસાર કરતો એ વખતે નદીમાં પાણીનો પ્રવાહ સામાન્ય દેખાઈ રહ્યો હતો. પરંતુ થોડી જ વારમાં ભારે વરસાદના કારણે ધસકો પાણી આવતાં ટ્રક ખેંચાઈ ગઈ. સ્થાનિકોએ ઘટના જોઈને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ટ્રકને બચાવી શકાઈ ન હતી.હજી સુધી કોઈ જાનહાનિ અંગે માહિતી સામે આવી નથી, જોકે આસપાસના લોકોમાં ભયનો માહોલ છે. હાલમાં બચાવ અને તપાસ કાર્ય ચાલી રહ્યું છે. વિડીયો દ્રશ્યોમાં ટ્રક ધીમે ધીમે પાણીમાં તણાતી દેખાઈ રહી છે, જે જોઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.