નસવાડી તાલુકાના હમીરપુરા દેડકીઆંબલી આંબાપુર દમોલી અને બોડેલી તાલુકાના માવલી આ 5 ગામોને પાવીજેતપુર અને છોટાઉદેપુર જવા માટે નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણીયા જવાનો માર્ગ આવેલો છે. આ રસ્તો 7 કિલોમીટરનો છે. આ રસ્તા ઉપરથી આ પાંચ ગામોની અવરજવર છે. પરંતુ આ રસ્તામાં એક એક ફુટના ખાડા પડી ગયા છે. જેથી પરેશાન થયેલા લોકોએ તંત્રને જગાડવા સુત્રોચ્ચાર કર્યા છે.

