
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જલારામ બાપાના ભક્તોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા કરાયેલ જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી બાબતે રોષ જોવા મળ્યો છે.લોહાણા સમાજે સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો આ બાબતે માફી માંગે તેવી માંગણી કરી છે.
સખત શબ્દોમાં વિરોધ
સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રસાદ સ્વામી દ્વારા જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી. તેનો લોહાણા સમાજ દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામા આવે છે. જ્યારે વીરપુર ખાતે જલારામ બાપા ના મંદિર માં આસ્થા ધરાવે છે. તમામ ધર્મના લોકો ત્યાં જાય છે અને આસ્થા ધરાવે છે.
વિવાદાસ્પદ નિવેદન
જલારામ બાપા વિરૂદ્ધ સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુએ આર્ટિફિશિયલ સ્ટોરી રજૂ કરીને જલારામ બાપાના વ્યક્તિત્વને નીચા બતાવવાનો જે પ્રયાસ કર્યો છે. તે સાખી લેવાય નહીં. સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો અનેક વાર વિવાદાસ્પદ નિવેદનો કરે છે. જેના લીધે બોડેલીનો લોહાણા સમાજ આનો વિરોધ કરે છે. બીજા સંપ્રદાયને નીચા બતાવવાનો પ્રયાસ કરે છે તે સાખી લેવાય નહીં.