
Dahod news: દાહોદ શહેરમાં આવેલા જાણીતી અંજુમન હોસ્પિટલની સામે એક પૂરપાટ જતી આઈ-10 કારે અડફેટે લેતા સફાઈ કામ કરી રહેલી ચાર મહિલા સફાઈ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તમામ ઘાયલોને 108 મારફતે તાત્કાલિક દાહોદની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
રાજ્યમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતની સાથે જાનહાનિની ઘટનાઓ પણ વધતી જઈ રહી છે. આ ક્રમમાં દાહોદ શહેરમાં આવેલી અંજુમન હોસ્પિટલની સામે જ રસ્તા પર રાત્રિ દરમિયાન નગરપાલિકા દ્વારા ચાલતી સફાઈની કામગીરીને લઈ મહિલા કર્મચારીઓ કામ કરી રહ્યાં હતાં આ દરમિયાન એક પૂરપાટ જતી કારે આ ચાર મહિલા સફાઈ કર્મીઓને અડફેટે લીધી હતી. જેથી તમામ મહિલા સફાઈ કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જે અંગની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમજ પોલીસે ઘટનાસ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 108ને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત મહિલા સફાઈકર્મીઓને સારવાર માટે દાહોદની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સિવિલમાં તમામને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.