રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો સામે ગુજરાત પોલીસ ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરી રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દાહોદ પોલીસે દેશી દારુની બનાવટ અને વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. દાહોદની ગરબાડા પોલીસે ડ્રોન ઉડાવીને બુટલેગર સાથે દેશી દારૂ પણ ઝડપી પાડ્યો છે.
દાહોદ જિલ્લામાં ગરબાડા પોલીસે પાંચવાડા ગામ ખાતે પોલીસે પાંચવાડાના અલગ અલગ ચાર ફળિયામાં ડ્રોન ઉડાવ્યું હતું. પોલીસે 15 લીટર દેશી દારૂ તેમજ 315 લીટર દેશી દારૂ બનાવવાનો આટો અને બાર નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગરબાડાના વિવિધ વિસ્તારોમાં પણ પોલીસે ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખી બુટલેગરોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.