રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. ગુજરાતમાં ભીષણ ગરમીના કારણે આગની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ત્યારે આવી જ એક ઘટના દાહોદમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે
NTPC કંપનીના પ્રોજેકટ પ્લાન્ટમાં ભીષણ આગ
દાહોદના ભાટીવાડા પાસે નિર્માણાધિન NTPC કંપનીના પ્રોજેકટમાં આગ લાગી હતી..એનટીપીસી કંપની દ્વારા સોલર પ્લાન્ટનો પ્રોજેક્ટ નાખવાની કામગીરી ચાલી રહી છે.
સદનસીબે જાનહાની ટળી
જોકે મધરાતે કપનીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. દાહોદના ચાર અને ઝાલોદના એક ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચી હતી ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે સદનસીબે આગ લાગવાથી જાનહાની ટળી હતી.