
ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી એક નવા રાજ્ય બનાવવાની હિલચાલ સાથેની માંગ શરૂ થઈ છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાત દરમિયાન મહત્વની માંગણી કરી છે. તેમણે દમણ-દીવ અને દાદરા નગર હવેલીને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે.
આંદોલનની તૈયારી
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ આઠવલેએ જણાવ્યું કે આ નવા રાજ્યમાં ગુજરાતના વલસાડ જિલ્લાને પણ સામેલ કરવામાં આવે. તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની પણ જાહેરાત કરી છે.પાર્ટીએ આ માંગણી માટે આંદોલન કરવાની પણ તૈયારી બતાવી છે. આગામી સમયમાં સંઘપ્રદેશમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે.
રાહુલ ગાંધીને મીર જાફર કહેવાયા
આઠવલેએ જાહેરાત કરી છે કે જો ભાજપ તરફથી અલગ બેઠકો નહીં મળે તો તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.ઓપરેશન સિંદૂર મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પાસે પુરાવા માંગ્યા છે. આ અંગે આઠવલેએ રાહુલ ગાંધીની આલોચના કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને રાહુલ ગાંધીને એવોર્ડ આપવો જોઈએ. ભાજપના અમિત માલવીયાએ રાહુલ ગાંધીને મીર જાફર અને પાકિસ્તાનની ભાષા બોલનારા ગણાવ્યા હતા.