ગુજરાતના એક માત્ર ગિરિ મથક એવા સાપુતારામાં વાદળ છાયા વાતાવરણથી જાણે કે વાદળો સાથે વાત કરતા હોય તેવાં દ્રશ્યો જોવા મળે છે.ડાંગના વિવિધ તાલુકાઓ જેમ કે સુબીર તાલુકાના શીંગાણા ગામ નજીક ગીરા નદી પર આવેલ ગીરમાળ ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ છે. ગીરા નદી પર આશરે 100 મીટરની ઊંચાઈથી પડી રહેલા પાણીનું આહલાદક દ્રશ્યો સૌ કોઈનું મન મોહી લે છે.

