
Dwarka News: દ્વારકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં વીજ પોલ ધરાશાઈ થતા ગંભીર ઘટનાએ સ્વરુપ લીધું હતું. દ્વારકા જિલ્લામાં બજાણા ગામે વિન્સોલ કંપનીના વીજ પોલ ઉભો કરતી સમયે ગંભીર ઘટના બની હતી.
વીજ કંપનીનો પોલ અકસ્માતે લેબર પર પડ્યો. મહાકાય પોલ મજૂરો પર પડતા ઘટના સ્થળ પર જ બે મજૂરના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ગંભીર ઘટનામાં અન્ય 2 જેટલા અન્ય લેબરો પણ ગંભીર રીતે ઘવાયા હોવાની વિગત સામે આવી છે. ગંભીર રીતે ઘવાયેલા મજૂરોને જામનગર હોસ્પિટલ એ વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે. ઘટનામાં 24 વર્ષીય નિસ્તર રુલ તથા 25 વર્ષીય તન્મય મુરમુનું મોત નિપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પોલ ઉભો કરવાની કામગીરી દરમિયાન સુરક્ષાના સાધનો સ્થળ પર હતા કે શું? લેબરને નિયમો મુજબના સુરક્ષાના ઇક્વીપમેન્ટ તેમજ સૂઝ, હેલ્મેટ, વિગેરે આપ્યા હતા કે નહીં? લેબરનો વીમો કોન્ટ્રાક્ટરે કરાવ્યો હતો કે નહીં? શું લેબરનું નિયમોનુસાર રજિસ્ટ્રેશન થયેલ છે? આવા અનેક સવાલ કોન્ટ્રાક્ટર સામે ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે આ ગંભીર ઘટના બનતા સમગ્ર લેબર ગ્રુપમાં શોકની લાગણી છવાઈ છે.