
Dwarke news: દેવભૂમિ દ્વારકામાં આવેલા રૂપેણ બંદરેથી જૂના હિસાબના પરત લેવાના રૂપિયાને લઈ માંગરોળના સુમાર જુમા લખપતી નામના માછીમારનું અપહરણ થયું છે. રૂપેણ બંદરના રહેવાસી અનવર અલી અને તેના સાગરિતોએ મળીને માંગરોળના માછીમારનું અપહરણ કર્યું હતું. એક વર્ષ પહેલા સુનાર જુમા નામના માછીમારને આરોપી અનવર અલી પાસેથી 1.60 લાખ રૂપિયા લીધા હતા. રૂપિયાના બદલામાં આખી સિઝન માછીમારી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સિઝનના અંતે અપહ્યત સુમાર જુમાએ 60 હજાર અનવર અલીને પરત કર્યા હતા. બાકીના રૂપિયા ટુકડે ટુકડે આપવાનું નક્કી થયું હતું. આમ છતાં માંગરોળના માછીમારનું અપહરણ કરી ગોંધી રાખ્યો હતો. જે બાદ દ્વારકા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.
મળતી વિગતો અનુસાર, દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદરે માંગરોળના સુમાર જુમા નામના માછીમારનું અપહરણ કરી તેને ગોંધી રાખ્યાની પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં દ્વારકાના રૂપેણ બંદર ખાતે રહેતા અનવર અલી અને તેના કુખ્યાત સાગરિતોએ માંગરોળના માછીમારનું અપહરણ કર્યું હતું. એક વર્ષ પહેલા લીધેલી 1.60 લાખની રકમને લીધે માછીમારને અપહરણ કરી ગોંધી રાખ્યો હતો.
જો કે, અપહ્યત માંગરોળના માછીમાર સુમાર જુમાએ આખી સિઝન માછીમારી કરી 60 હજાર રૂપિયા ચૂકવી દીધા અને બીજા થોડા-થોડા આપવાને લઈ નક્કી કરાયું છતાં દ્વારકાના વરવાળા ગામે યોજાયેલા ધાર્મિક ઉર્ષમાંથી અનવર અલીના કુખ્યાત સાગરિતોએ માંગરોળના સુમાર જુમાનું અપહરણ કરીને એક મકાનમાં ગોંધી સાકરથી બાંધી ફરિયાદી સુમારના બનેવીને ફોન કરી રૂપિયા બે લાખની ખંડણી માંગી હતી. જો કે, ફરિયાદીએ પોતાના મોબાઈલથી વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જે અંગે દ્વારકા પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. જે બાદ પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.