
Dwarka News: દ્વારકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે બાળકો ટ્રેક્ટર સાથે કૂવામાં પડ્યા હતા. જેમાં 13 વર્ષના એક બાળકનું મોત થયું જ્યારે અન્ય એક બાળકને સામાન્ય ઇજા પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે, ભાણવડ તાલુકાના ઢેબર ગામે વાડીમાં ટ્રેક્ટરમાં રમતા રમતા બે બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રેક્ટર કૂવામાં ખબાક્યું હતું. મૃતક બાળકને પોસ્ટમોટર્મ અર્થે ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતના અધીકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 13 વર્ષીય ઈબ્રાહીમમામદ જુસબ હિંગોરા મૃત્યુ થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે.