
Dwarka News: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હજૂપણ યથાવતરુપે જોવા મળી રહ્યો છે એવામાં દ્વારકામાંથી પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવનાર 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાંથી પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવનાર બે વ્યક્તિઓ ઝડપાયા છે.
પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ જાતનું ઉચ્ચાર નહીં કરવા ફરિયાદીને ધમકી આપી
ભાણવડ પંથકના મુકેશ રામલભાઈ ખીંટ જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના વિડીયો જોઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાન પ્રેમ ધરાવતા બે આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી. પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ જાતનું ઉચ્ચાર નહી કરવું અને પાકિસ્તાન વિરુદ્ધના કોઈપણ વિડિયો નહિ જોવા નહીંતર તને જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી.
ભાણવડ પોલીસે ગુનાની ગંભરતા જોઈ બંને પાકિસ્તાન પ્રેમી આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. બંને આરોપીઓના મોબાઈલમાંથી પાકિસ્તાનના અનેક લોકો સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક હોવાના પુરાવા મળ્યા હતા. જેથી ભાણવડ પોલીસે નુરમાંહમદ ઉમર હિંગોરા અને હુસેન સુમાર હિંગોરા નામના બંને આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.