
રાજ્યમાં ઉનાળો સત્તાવાર રીતે બેસી ગયો છે. જેથી ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે. આજે અરવલ્લીના કુણોલ અને ભરૂચમાં આગના બનાવ બન્યા હતા.
રાજ્યમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને હાલ ઘઉં લણવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લાના મેઘરજના કુણોલ ગામના ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને રાખ થયો હતો. ખેડૂતોના ખેતર ઉપરથી પસાર થતા UGVCLના વીજતારને કારણે ખેતરોમાં ઊભા ઘઉંના પાકમાં આગ લાગી હતી. જેના કારણે ઘઉંનો પાક બળીને રાખ થઈ જતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.
મેઘરજના કુણોલ ગામે UGVCLની બેદરકારીના કારણે ઘઉંના ખેતરમાં લાગેલી આગમાં ખેડૂતના 7 વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે ખેડૂતોને નુકશાન થયું છે. ખેડૂતના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાયો છે. આથી જગતનો તાત ભારે મુશ્કેલી સાથે નિરાશ થઈ જવા પામ્યો છે.વીજ તંત્રની ઘોર બેદકારી ને કારણે વારંવાર આગ લાગવાના આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાંબે વાર ઘઉંના ખેતરમાં વીજ તણખા ઝરતા આગ લાગી હોવાના બનાવ બન્યા છે.
ભરુચ-દહેજ રોડ પર દહેગામ નજીક ખાનગી લકઝરી બસમાં લાગી ભીષણ આગ લાગી હતી. જેમાં દહેજની ખાનગી કંપનીના કર્મચારીઓને લઈ ને જતી હતી બસ. આગ લાગતા થોડીવારમાં માહોલમાં અફરાતફરી સર્જાઈ હતી. પરંતુ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લઈ લેતા તમામ સુરક્ષિત રહ્યા હતા.