Home / Gujarat / Gandhinagar : BJP's ideology forgotten in Gujarat

ગુજરાતમાં ભાજપની વિચારધારા ભૂલાઇ! જૂનાગઢમાં જુગારી મેયર, દારૂ અને હુક્કો પીતા મહિલા ધોરાજીમાં બન્યા પ્રમુખ

ગુજરાતમાં ભાજપની વિચારધારા ભૂલાઇ! જૂનાગઢમાં જુગારી મેયર, દારૂ અને હુક્કો પીતા મહિલા ધોરાજીમાં બન્યા પ્રમુખ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. રાજ્યમાં પ્રમુખ-ઉપપ્રમુખની નિમણૂકમાં ભાજપની વિચારધારા ભૂલાઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે. જૂનાગઢમાં જુગાર રમતા ઝડપાયેલા ધર્મેશ પોશીયાને મેયર બનાવવામાં આવ્યા છે જ્યારે ધોરાજીમાં દારુ અને હુક્કો પીતા મહિલાને પ્રમુખ બનાવવામાં આવતા વિવાદ ઉભો થયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જૂનાગઢના મેયર જુગાર રમતા પકડાઇ ચુક્યા છે

ભાજપે જૂનાગઢ મહાનગરપાલિકામાં જીત બાદ મેયરની વરણી કરી છે. ધર્મેશ પોશિયાને જૂનાગઢના મેયર બનાવવામાં આવ્યા છે. વર્ષ 2021માં જૂનાગઢના મેયર જુગાર રમતા પકડાયા હતા. જુગાર રમતા પકડાયા ત્યારે ધર્મેશ પોશિયા નગરસેવક હતા. 1.67 લાખની રોકડ સહિત 2.71 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જોકે, આ અંગેનો કેસ ચાલી જતા ધર્મેશ પોશીયા નિર્દોષ જાહેર થયા હતા. ધર્મેશ પોશીયા મેયર બનતા ફરી જુગારના કેસનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

ધોરાજીમાં પ્રમુખનો દારૂની બોટલ અને હુક્કા પી ધુમાડા ઉડાવતો વીડિયો વાયરલ

રાજકોટ જીલ્લાના ધોરાજી નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.ધોરાજીમાં સંગીતા બારોટને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જોકે, ધોરાજી નગરપાલિકાના નવનિયુક્ત ભાજપના પ્રમુખનો દારૂની બોટલ બતાવતો અને હુક્કો પી રહ્યાનો વીડિયો વાયરલ થતા શિસ્ત અને સંસ્કારી પાર્ટી ભાજપની શાખ,આબરૂ પર સવાલો ઉભા થયા છે.

ધોરાજી નગરપાલિકામાં પ્રદેશ ભાજપ દ્વારા જાહેર થયેલા પ્રમુખ સંગીતા બારોટે દારૂની બોટલ બતાવતો અને હુક્કો પી ધુમાડાના ગોટા ઉડાવતો વીડિયો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. ધોરાજીના પ્રમુખનો વીડિયો વાયરલ થતા ભાજપે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે.

મુસ્લિમોને પણ બનાવ્યા ઉમેદવાર

ગુજરાતમાં ભાજપે હિન્દુત્વની છબી સામે મુસ્લિમોને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપે 103 મુસ્લિમોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા જેમાંથી 22 બિન હરીફ સહિત 76 ઉમેદવારો વિજેતા બન્યા હતા. કોડીનાર નગરપાલિકાના પ્રમુખ તરીકે આબિદાખાતુન નકવીની નિમણૂક કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં પણ પરવેઝ મકરાણી ઉપપ્રમુખ બન્યા છે. મહુધામાં મહમંદ અશફાક મલેક તેમજ વંથલીમાં હુસૈના સોઢાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપ ગુજરાતમાં 'સૌનો સાથ,સૌનો વિકાસ'ના નામે આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

 

Related News

Icon