જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે.ભાવનગરના કાળિયાબીડના વતની પિતા-પુત્ર સાથેનો પરિવાર જમ્મુ કાશ્મીર મુલાકાતે ગયા હતા.જેમાં પિતા-પુત્ર યતિશ પરમાર અને સતિષ પરમારનો સંપર્ક ન થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો, અને આ પિતા-પુત્રના પણ મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આમ પહેલગામમાં આતંકી હુમલામા કુલ ત્રણ ગુજરાતીઓના મોત થયા છે..જેમાં ભાવનગરના પિતા-પુત્ર અને મૂળ સુરતનો અને મુંબઈમાં સ્થાયી થયેલા યુવાન શૈલેષ કળથિયાનું મોત થયું છે.
"ગુજરાતથી કાશ્મીરના પહેલગામ ગયેલા પ્રવાસીઓમાંથી 3 લોકોના મોત
પહેલગામ આતંકવાદી હુમલા અંગે તેમણે કહ્યું, "ગુજરાતથી કાશ્મીરના પહેલગામ ગયેલા પ્રવાસીઓમાંથી 3 લોકોના મોત થયા છે. કેન્દ્ર સરકાર તેમના મૃતદેહને પરત લાવવામાં મદદ કરી રહી છે. અનંતનાગમાં ઘાયલ થયેલા 2 લોકોની પણ સંભાળ રાખવામાં આવી રહી છે.
ભય અને ગભરાટનું વાતાવરણ ન બને તેનું ધ્યાન
ભય અને ગભરાટનું વાતાવરણ ન બને તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ઘટનાની માહિતી મળતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીર પહોંચ્યા હતા અને આ સંદર્ભમાં ઘણી બેઠકો યોજાઈ છે કે આતંકવાદીઓને શક્ય તેટલી વહેલી તકે ખતમ કરી દેવામાં આવે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ ટૂંક સમયમાં પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે."