Home / Sports : Veteran Indian cricketers express grief over terrorist attack in Pahalgam NEWS

'ભારત બદલો લેશે...', પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સે દુઃખ વ્યક્ત કર્યું

'ભારત બદલો લેશે...', પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સે દુઃખ વ્યક્ત કર્યું

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. દરેક વ્યક્તિ આતંકવાદીઓ સામે કડક અભિયાન ચલાવવાની માંગ કરી રહી છે. એવામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે પણ આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'ભારત હુમલો કરશે અને આતંકવાદીઓના આ કાયર કૃત્યનો જવાબ આપશે.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગૌતમ ગંભીર થયા ભાવુક 

ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'હું મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યો છું. જે લોકો આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમણે તેની કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે.'

શુભમન ગિલે પણ ઘટના પર નારાજગી વ્યક્ત કરી

ગંભીર ઉપરાંત શુભમન ગિલે પણ આ ઘટના અંગે નિવેદન આપ્યું છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ગિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'પહેલગામમાં થયેલા હુમલા વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આપણા દેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી.'

વિરેન્દ્ર સેહવાગે પણ દુઃખ વ્યક્ત કર્યું 

ભારતના ભૂતપૂર્વ બેટર વિરેન્દ્ર સેહવાગે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લખ્યું, 'પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિંદનીય આતંકવાદી હુમલા વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મારી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના.'

આશા અને માનવતા સાથે એકબીજાનો સાથ આપીએ: યુવી 

ભારતના દિગ્ગજ બેટર યુવરાજ સિંહે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. યુવીએ લખ્યું, 'પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાથી ખૂબ દુઃખ થયું. ભગવાન પીડિતો અને તેમના પરિવારોને શક્તિ આપે તેવી પ્રાર્થના. આપણે આશા અને માનવતા સાથે એકબીજા માટે ઉભા રહીએ.'

પાર્થિવ પટેલે ઘટના પર નારાજગી વ્યક્ત કરી

પાર્થિવ પટેલે પણ પહેલગામમાં થયેલા હુમલાની નિંદા કરી છે. પાર્થિવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, 'કાશ્મીરમાં જે બન્યું તે સાંભળીને મને આઘાત અને ગુસ્સો આવ્યો. જોકે મને ખાતરી છે કે જવાબદારોને સજા થશે, પરંતુ હાલમાં આ ભયાનક કૃત્ય અને તે જે રીતે બન્યું તેના પર અવિશ્વાસની સ્થિતિ છે. પહેલગામમાં જીવ ગુમાવનારાઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના.'

Related News

Icon