
રવિવારે રમાયેલી IPL 2025ની 38મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં જ્યારે એમએસ ધોનીની આગેવાની હેઠળની CSKની ટીમ હાથમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. આ મેચમાં કોઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવે છે. મેચ સમાપ્ત થયા પછી, ખબર પડી કે CSKની ટીમના ખેલાડી ડેવોન કોનવેના પિતાનું અવસાન થયું છે.
ડેવોન કોનવેના પિતાનું અવસાન
મેચ પછી પ્રેઝન્ટેશન સેરેમની શરૂ કરતા પહેલા, હર્ષા ભોગલેએ કોનવેનું નામ લઈને તેમને સાંત્વના આપી હતી. ન્યુઝીલેન્ડનો આ ખેલાડી MI સામેની મેચમાં નહતો રમી રહ્યો. શક્ય છે કે કોનવે હવે તેના ઘરે પાછો ફરશે. CSK એ પણ તેના સોશિયલ મીડિયા પર આ માહિતી આપીને કોનવેના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, "કોનવેના પિતાનું અવસાન થયું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમની અને તેમના પરિવારની સાથે ઉભા છીએ."
https://twitter.com/ChennaiIPL/status/1914328946755129822
CSK એ IPL 2025ની શરૂઆત MI સામે જીત સાથે કરી હતી, પરંતુ તે પછી ટીમ સતત 5 મેચ હારી હતી. સતત 4 મેચ હાર્યા બાદ, CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો, ત્યારબાદ એમએસ ધોનીએ ફરી એકવાર ટીમની કમાન સંભાળી. ધોનીની કેપ્ટનશિપ હેઠળ આ સિઝનની બીજી હાર છે અને CSKની છઠ્ઠી હાર છે.
ડેવોન કોનવેએ IPL 2025માં કુલ 3 મેચ રમી છે, જેમાં તેણે કુલ 94 રન બનાવ્યા છે. તેણે PBKS સામે 69 રનની ઈનિંગ રમી હતી, જોકે CSK આ મેચ પણ 18 રનથી હારી ગયું હતું.
CSK માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બન્યો
એમએસ ધોનીના નેતૃત્વ હેઠળની CSKની ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું હવે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, ટીમ બહાર થવાની આરે છે. CSK 8માંથી 6 મેચ હારી ગયું છે, ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 10મા સ્થાને છે. તેની નેટ રન રેટ (-1.392) પણ સૌથી ખરાબ છે. હવે CSKની 6 મેચ બાકી છે, જો તે બધી જીતી જાય તો પણ તેના કુલ 16 પોઈન્ટ થશે.