Home / Sports / Hindi : BCCI took action against Shubman Gill after GT vs DC match

GT vs DC / દિલ્હી સામે મેચ જીત્યા બાદ Shubman Gillને લાગ્યો ઝટકો, BCCI એ લીધી એક્શન

GT vs DC / દિલ્હી સામે મેચ જીત્યા બાદ Shubman Gillને લાગ્યો ઝટકો, BCCI એ લીધી એક્શન

IPL 2025માં, ગઈકાલે 2 મેચ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. આ મેચ GT એ 7 વિકેટના મોટા અંતરથી જીતી લીધી હતી. જોકે, જીત બાદ, BCCIએ GTના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) સામે કાર્યવાહી કરી અને તેને પર દંડ ફટકાર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શુભમન ગિલને દંડ ફટકારવામાં આવ્યો

GTના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) ને DC સામે સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 કેપ્ટનોને સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. ગઈકાલે અમદાવાદમાં ભારે ગરમી પડી હતી, જેના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ગરમીને કારણે, ઘણા ખેલાડીઓની ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઈ હતી.

IPLના એક સત્તાવાર નિવેદન અનુસાર, IPL આચારસંહિતાના કલમ 2.22 હેઠળ આ સિઝનમાં GTનો પહેલો ગુનો હતો, જે ન્યૂનતમ ઓવર-રેટ ઉલ્લંઘન સાથે સંબંધિત છે. જેના કારણે હાલમાં ફક્ત કેપ્ટન પર જ દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાત ટાઈટન્સે 7 વિકેટે મેચ જીતી લીધી

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા DC એ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી બેટિંગ કરતી વખતે કેપ્ટન અક્ષર પટેલે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. આ ઉપરાંત આશુતોષ શર્માએ 37 તેમજ કરુણ નાયર અને ટ્રિસ્ટન સ્ટબ્સે 31-31 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી બોલિંગ કરતી વખતે, પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 વિકેટ લીધી હતી.

આ પછી, ગુજરાતે 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ગુજરાત તરફથી બેટિંગ કરતી વખતે, જોસ બટલરે 97 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય શેરફેન રધરફોર્ડે 43 રન બનાવ્યા હતા.

Related News

Icon