Home / Sports / Hindi : This player got a place in Gujarat Titans in the middle of the season

IPLની ચાલુ સિઝનમાં આ ખેલાડીને Gujarat Titansની ટીમમાં મળ્યું સ્થાન, મેગા ઓક્શન રહ્યો હતો અનસોલ્ડ

IPLની ચાલુ સિઝનમાં આ ખેલાડીને Gujarat Titansની ટીમમાં મળ્યું સ્થાન, મેગા ઓક્શન રહ્યો હતો અનસોલ્ડ

IPL 2025નું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે અને ફેન્સને રોમાંચક મેચો જોવા મળી રહી છે. હવે IPL 2025ની વચ્ચે, દાસુન શનાકા (Dasun Shanaka) ગુજરાત ટાઈટન્સ (GT) ની ટીમમાં સામેલ થઈ ગયો છે. ઈજાગ્રસ્ત ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) ના સ્થાને તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. GTની ટીમે શનાકા (Dasun Shanaka) માટે 75 લાખ રૂપિયા ચૂકવ્યા છે. તે IPL 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. તેને ખરીદવામાં કોઈપણ ટીમે તેને રસ નહતો દાખવ્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફિલિપ્સના સ્થાને દાસુન શનાકાને સ્થાન મળ્યું

SRH સામેની મેચમાં સબસ્ટિટ્યુટ ફિલ્ડર તરીકે ફિલ્ડિંગ કરતી વખતે ગ્લેન ફિલિપ્સ (Glenn Phillips) ઈજાગ્રસ્ત થયો હતો. ઈશાન કિશન દ્વારા રમાયેલા શોટને રોકવાનો પ્રયાસ કરતી વખતે તે પડી ગયો અને દુખાવાને કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. ઈજાને કારણે તે IPL 2025માંથી બહાર થઈ ગયો હતો. હવે તે ન્યુઝીલેન્ડ પાછો ફર્યો છે. વર્તમાન સિઝનમાં, ફિલિપ્સ (Glenn Phillips) કોઈપણ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહતો અને સમગ્ર મેચ દરમિયાન બેન્ચ પર રહ્યો હતો. તેના પહેલા કાગીસો રબાડા પણ અંગત કારણોસર ટીમ છોડીને ઘરે ગયો હતો.

શનાકા અગાઉ GTમાં રમી ચૂક્યા છે

દાસુન શનાકા (Dasun Shanaka) અગાઉ GTનો ભાગ રહી ચૂક્યો છે, IPL 2023માં, તેણે GT માટે ત્રણ મેચ રમી હતી, ત્યારે તેણે કુલ 26 રન બનાવ્યા હતા. હવે, સિઝનની મધ્યમાં, તેનો જેકપોટ લાગ્યો છે અને તેને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળી છે. શનાકા (Dasun Shanaka) પાસે અનુભવ છે અને તે શ્રીલંકન ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. અત્યાર સુધીમાં, તેણે શ્રીલંકાની ટીમ માટે 102 T20I મેચ રમી છે જેમાં તેણે 1456 રન બનાવ્યા છે અને 33 વિકેટ લીધી છે.

GT પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે

શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઈટન્સની ટીમે વર્તમાન સિઝનમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ટીમે કુલ 6 મેચ રમી છે, જેમાંથી તેણે 4 જીતી છે અને 2માં હારનો સામનો કર્યો છે. 8 પોઈન્ટ સાથે તેની નેટ રન રેટ પ્લસ1.081 છે. તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે.

Related News

Icon