Home / Sports / Hindi : IPL 2025 MI won by 4 wickets against SRH

MI vs SRH / મુંબઈએ 4 વિકેટે જીતી મેચ, હજુ પણ જીવંત છે પ્લેઓફમાં પહોંચવાની આશા

MI vs SRH / મુંબઈએ 4 વિકેટે જીતી મેચ, હજુ પણ જીવંત છે પ્લેઓફમાં પહોંચવાની આશા

મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ 4 વિકેટથી જીતીને IPL 2025માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ મેચમાં SRHની ટીમને પહેલા બેટિંગ કરવાનો તક મળી, જેમાં તે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 162 રન જ બનાવી શક્યું. જ્યારે MIની ટીમે 18.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો. મુંબઈની જીતમાં વિલ જેક્સના ઓલરાઉન્ડ પ્રદર્શને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં તેણે 2 વિકેટ લીધી હતી અને 36 રનની શાનદાર ઈનિંગ પણ રમી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિલ જેક્સ અને સૂર્યાની પાર્ટનરશિપે મુંબઈ માટે જીતનો માર્ગ સરળ બનાવ્યો

SRH સામેની મેચમાં જ્યારે MI 163 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહી હતી, ત્યારે રોહિત શર્મા અને રિયન રિકેલટનની ઓપનિંગ જોડીએ 32 રનની પાર્ટનરશિપ સાથે ટીમને ઝડપી શરૂઆત અપાવી. આ મેચમાં રોહિત 16 બોલમાં 26 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો. આ પછી, વિલ જેક્સ બેટિંગ કરવા આવ્યો અને એક છેડો પકડી રાખ્યો, રિયન રિકેલટન સાથે મળીને, તેણે ટૂંક સમયમાં સ્કોર 69 રન સુધી પહોંચાડ્યો. રિયનને હર્ષલ પટેલે 31 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો.

અહીંથી, વિલ જેક્સને સૂર્યકુમાર યાદવનો સાથ મળ્યો અને બંને છેડેથી ઝડપી રન બનતા જોવા મળ્યા. જેક્સ અને સૂર્યા વચ્ચે માત્ર 29 બોલમાં ત્રીજી વિકેટ માટે 52 રનની પાર્ટનરશિપે મેચ સંપૂર્ણપણે MIના પક્ષમાં ફેરવી દીધી. આ મેચમાં સૂર્યા 15 બોલમાં 26 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો. વિલ જેક્સે પણ 26 બોલમાં 36 રનની ઈનિંગ રમી. જેક્સ આઉટ થયા પછી, તિલક વર્માએ 21 રનની ઈનિંગ રમી, જ્યારે હાર્દિક પંડ્યાએ પણ 21 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી બોલિંગ કરતી વખતે પેટ કમિન્સે ત્રણ વિકેટ લીધી હતી.

મુંબઈના બોલરો સામે ટકી ન શક્યા હૈદરાબાદના બેટ્સમેનો

જો આપણે આ મેચમાં SRHના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો, SRHના બેટ્સમેન અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 59 રનની પાર્ટનરશિપ કરી હતી તેમ છતાં, હૈદરાબાદ મોટો સ્કોર બનાવવામાં સફળ ન રહ્યું અભિષેકે 28 બોલમાં 40 રન બનાવ્યા જ્યારે ટ્રેવિસ હેડે 29 બોલમાં 28 રન બનાવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસેને 28 બોલમાં 37 રન બનાવ્યા હતા. MIના બોલરોના પ્રદર્શનની વાત કરીએ તો, વિલ જેક્સે 2 વિકેટ લીધી, આ ઉપરાંત જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને હાર્દિક પંડ્યાએ પણ 1-1 વિકેટ લીધી હતી.

Related News

Icon