Home / Sports / Hindi : MS Dhoni won fans heart by doing this on airport

VIDEO / ફ્લાઈટ પકડવા એરપોર્ટ પહોંચ્યો MS Dhoni, મહિલાને જોઈને કંઈક એવું કર્યું કે ફેન્સ બોલ્યા- 'Thala for a Reason'

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ના ફેન ફોલોઈંગથી દરેક વ્યક્તિ વાકેફ છે. આનું કારણ ફક્ત મેદાન પરનું પ્રદર્શન જ નહીં પણ તેની સાદગી પણ છે. પોતાના શાંત સ્વભાવ અને સાદગીભર્યા વર્તન માટે જાણીતા માહીએ હંમેશા ફેન્સના દિલ જીત્ય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એમએસ ધોનીએ ફરી એકવાર પોતાના ફેન્સ માટે કંઈક એવું કર્યું જેને જોઈને ફેન્સ કહી રહ્યા છે 'Thala for a Reason'. એમએસ ધોની (MS Dhoni) ભારે સુરક્ષા વચ્ચે જઈ રહ્યો હતો. ત્યારે તેણે વ્હીલચેરમાં બેઠેલા એક મહિલાને જોયા, જેઓ ધોની પાસેથી સેલ્ફી માંગી રહ્યા હતા. આ જોઈને એમએસ ધોનીએ મહિલા પાસે જઈને  તેમના ફોનમાં સેલ્ફી લીધી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ એમએસ ધોની (MS Dhoni) ના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "Thala for a Reason." તો એક યુઝરે કમેન્ટ કરી, "માહી જેવું કોઈ નથી." સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના આ વીડિયોમાં ફેન્સ માહીની સાદગીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

ચેન્નઈની ગાડી પાછી ટ્રેક પર આવી 

તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડ IPL 2025માંથી બહાર થઈ ગયો છે અને એમએસ ધોની  (MS Dhoni) ને ફરી એકવાર કેપ્ટનશિપની તક મળી છે. માહીની કેપ્ટનશિપ હેઠળ, CSK એ સતત પાંચ હારનો સિલસિલો તોડ્યો અને 7 મેચમાં બીજી જીત નોંધાવી. CSKએ LSGને તેના હોમ ગ્રાઉન્ડ, એકાના સ્ટેડિયમમાં પાંચ વિકેટથી હરાવ્યું હતું.

આ મેચમાં LSGએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. જવાબમાં CSK એ 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતોર્યું. IPL 2025માં CSKની આ બીજી જીત હતી. તે પોઈન્ટ્સ ટેબલમાં 10મા એટલે કે છેલ્લા સ્થાને છે.

Related News

Icon