Home / Gujarat / Gandhinagar : CCPWC was formed, but for the last 4 years, there has been zero assistance to Gujarat.

કેન્દ્ર સરકારે મહિલા-બાળકો સાઇબર ક્રાઇમથી બચાવવા માટે CCPWC ની કરી રચના, પરંતુ છેલ્લાં 4 વર્ષથી તો ગુજરાતને શૂન્ય સહાય 

કેન્દ્ર સરકારે મહિલા-બાળકો સાઇબર ક્રાઇમથી બચાવવા માટે CCPWC ની કરી રચના, પરંતુ છેલ્લાં 4 વર્ષથી તો ગુજરાતને શૂન્ય સહાય 

કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકો સામેના સાયબર ક્રાઈમને રોકવા માટે 2017માં કેન્દ્ના ગૃહ મંત્રાલય દ્વારા CCPWC (Cyber Crime Prevention against Women and Children) સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ છેલ્લાં 7 વર્ષમાં ગુજરાતને માત્ર 3.45 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. જેમાં છેલ્લાં 4 વર્ષથી તો ગુજરાતને એક પણ રૂપિયો નથી અપાયો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

2017થી માત્ર 3.45 કરોડ ફાળવ્યા

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે, દેશભરમાં સાયબર ક્રાઈમમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ગુજરાત ત્રીજા નંબરે છે. પણ  વસ્તીના પ્રમાણમાં ગુજરાત દેશમાં નંબર વન છે. 2023માં મહારાષ્ટ્રમાં 1,97,547 સાયબર ક્રાઈમના કેસો નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં 1,25,513 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં સાયબર ફ્રોડની 1,21,701 ફરિયાદો નોંધાઈ છે. 

ઉત્તર પ્રદેશની વસતી 24 કરોડની આસપાસ છે એ જોતાં પ્રતિ 1000ની વસતીએ સાયબર ક્રાઈમનું પ્રમાણ 0.81 થયું, મહારાષ્ટ્રની વસતી 12 કરોડથી વધારે છે તેથી, પ્રતિ 1000ની વસતીએ સાયબર ક્રાઈમનું પ્રમાણ 0.98 છે, જ્યારે ગુજરાતની 7.11 કરોડની વસતી સામે 1,21,701 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાથી દર 1000ની વસતીએ 1.71 જેટલો ઊંચો સાયબર ક્રાઈમ રેટ છે.

4 વર્ષથી એકપણ રૂપિયો નથી ફળવાયો

ગુજરાતમાં સાયબર ક્રાઈમ રેટ જ ઊંચો નથી પણ સાયબર ક્રાઈમના કેસોના નિકાલનું પ્રમાણ પણ સૌથી વધારે છે. 2023માં નોંધાયેલા  1.21 લાખ કેસોમાંથી 50 હજાર જેટલા કેસો વણઉકેલાયેલા છે. આ કેસોમાં પોલીસને કોણે ગુનો કર્યો તેની જ ખબર નથી. તેનું કારણ એ કે ગુજરાત પોલીસ પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી કે કેસો ઉકેલવા માટે જરૂરી સાધનો વગેરે નથી. આ સંજોગોમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ગુજરાતને વધારે રકમની ફાળવણી કરવાની હોય તેના બદલે છેલ્લાં 4 વર્ષથી એક પણ રૂપિયો જ ફાળવ્યો નથી. CCPWC હેઠળ ફાળવાતી રકમનો ઉપયોગ સાયબર ફોરેન્સિક-કમ-તાલીમ પ્રયોગશાળાઓ, જુનિયર સાયબર સલાહકારોની ભરતી અને LEA કર્મચારીઓ, સરકારી વકીલો અને ન્યાયિક અધિકારીઓની તાલીમ માટે કરવાનો હોય છે.

ગુજરાતને 2.72 કરોડ મળ્યા કે માત્ર 29 લાખ ?

ગૃહ મંત્રાલયે લોકસભામાં આપેલી માહિતીમાં પણ વિરોધાભાસ છે. કેન્દ્ર સરકારે અત્યારે આપેલા આંકડા પ્રમાણે, ગુજરાતને 2017-18૨૦માં 2.72 કરોડ રૂપિયા અપાયા હતા. પરંતુ,  ગૃહ મંત્રાલયની વેબસાઈટના આંકડા પ્રમાણે માત્ર 29.90  લાખ રૂપિયાની જ રકમ અપાઈ હતી. 2017-18 માં 2.30 કરોડની રકમ મંજૂર કરાઈ હતી પણ રીલીઝ માત્ર 29.90લાખ રૂપિયા જ કરાયા હતા. જોકે, કેન્દ્ર સરકારના પોતાન જ આંકડામાં કેમ વિરોધાભાસ છે એ સમજવું અઘરૂ છે

Related News

Icon