Home / Gujarat / Gandhinagar : Gujarat Weather Forecast: Rain forecast for the next 7 days in the state, heavy rains will occur in these districts

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે ધોધમાર વરસાદ

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે ધોધમાર વરસાદ

Gujarat Weather Forecast: રાજ્યમાં ચોમાસાએ સત્તાવાર આગમનના સંકેત દર્શાવી દીધા છે. જેને લઈ ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે. જ્યારે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાને ઉચ્ચારી છે. જેથી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે. જેને લઈ હવામાન વિભાગે કેટલીક વરસાદની આગાહી કરી છે. જે પ્રમાણે આવતીકાલે આખા ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી દર્શાવી છે. IMD અમદાવાદ મુજબ, ગુજરાતમાં આવતીકાલે (21 જૂન) આખા રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 7 દિવસ દરમિયાન પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અન્ય 18 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે હળવાથી મધ્યમ તેમજ ભારે વરસાદની આગાહી છે. 

Related News

Icon