
Gir Somnath News: છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાંથી સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. એવામાં ફરી ગીર સોમનાથમાંથી લાંચ માંગતા 2 અધિકારીઓ ઝડપાયા છે. ગીર સોમનાથ જીલ્લાના ઉનામા કોટનની ગાંસડીના બીલ મંજૂર કરવા 7000ની લાંચ માંગતા બે ઝડપાયા છે.
ઘટનાને પગલે જાગૃત નાગરિકે ACBને જાણ કરી હતી. જેથી ACB પોલીસે છટકુ ગોઠવીને બંને અધિકારીઓને ઝડપી પાડ્યા છે. સિનીયર કોમર્શિયલ ઓફીસર, વર્ગ 3ના મહેશ બિરલા તથા દિવ્યેશ સંગઠનના જે મલ્ટી ટાસ્કિગ સ્ટાફનો કર્મચારી છે.