
Gir Somnath News: ગીર સોમનાથમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે. જેમાં માલ સામાન ભરેલું એક કન્ટેઈનર દરિયાકાંઠે તણાઈ આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકાના લાટી ગામે દરિયામાં કન્ટેઈનર તણાય આવ્યાને મામલ આગળ કાર્યવાહી જોવા મળી રહી છે.
મળતી માહિતી પ્રમાણેસ મરીન પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા કન્ટેઈનરને ખોલવામાં આવ્યું હતું. કન્ટેઈનરની અંદરથી ગેસ ભરેલી બોટલો મળી આવી હતી. જો કે આ કયો ગેસ છે અને શેમાં તેનો ઉપયોગ થાય છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું. જીઆઇડીસી વિસ્તારમાં આ ગેસની બોટલોનો ઉપયોગ થતો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.