
ગુજરાતભરમાંથી નકલી ડોક્ટરો ઝડપાવાનો સિલસિલો યથાવતપણે જોવા મળી રહ્યો છે. હજુ થોડા સમય પહેલાં જ રાજકોટમાંથી એક નકલી ડોક્ટર ઝડપાયો હતો તે પહેલા પાટણ અને હાદોદમાંથી પણ નકલી ડોક્ટરને ઝડપી પડાયો હતો એવામાં ફરીથી ગીર સોમનાથમાંથી નકલી ડોક્ટરને ઝડપી પાડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે. એસઓજી પોલીસે ઉના વિસ્તારના નાથણ ગામેથી બાબુભાઈ રામભાઇ ડાભીને ઝડપી પાડયો છે. મેડીકલને લગતી જુદી જુદી દવાઓ તેમજ શીરપ સહીતના મુદામાલ સાથે આ નકલી ડોક્ટરને પકડી પાડવામાં આવ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મુન્નાભાઈ એમબીબીએસ પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહા હાથ ધરવામાં આવી છે.