
સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી જંગલી જાનવરો દ્વારા માનવી પર હુમલા કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હજુ થોડાં દિવસ પહેલાં જ અમરેલીમાં એક હિંસક દીપડાંએ માસુમ બે વર્ષના બાળકને ફાળી ખાધું હતું એવામાં ફરી ગીર ગઢડામાંથી પણ કંઈક આ પ્રકારના ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. જેમાં સિંહ પરિવારે ગામના એક ખેડૂતનો શિકાર કરી તેને ફાડી ખાધો હતો.
સમી સાંજે બચ્ચા વાળી સિંહણનો 7 સદસ્યોનો પરિવાર અચાનક આવી ચડ્યો, અને ખેતરમાં પાણી વાળતા મંગાભાઈ નામક ખેડૂતને બાજુની વાડીમાં ઢસડીને લઈ જઈ ફાડી ખાધો હતો. ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોએ હાકલા પડકારા કર્યાં હતાં પરંતુ સિંહણ સ્થળ પર મંગાભાઈથી દૂર ખસી નહીં. બાદમાં ગ્રામજનો ટ્રેક્ટર લઈને પહોંચ્યા ત્યાં સુધીમાં સિંહણે મંગાભાઈને ફાડી ખાધાં હતા. ગામના લોકો અંતે જેસીબી લઈને આવ્યા તો પણ સિંહણ અને બચ્ચા ત્યાંથી દૂર ખસ્યા નહીં. આકરે વનવિભાગની ટીમ આવી પહોંચતા સિંહણને મંગાભાઈના મૃતદેહથી દૂર કરાઈ હતી.