ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ગીરમાં પણ વરસાદ વરસતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ગીર સોમનાથના ગીરગઢડના ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર બે સિંહણ વરસાદી માહોલમાં લટાર માણવા નીકળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

