ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારમાં કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપના નેતા કામ કરતા હોવાના આરોપ સાથે ભાજપના કાર્યકરો રીતસરના ઘુસી જઈને હોબાળો કર્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થઈને ભાજપના કાર્યકરો કાર્યાલયમાં છેક અંદર ઘુસી જઈને હૂંસાતુંસી પર કર્યાનો વીડિયો સામે આવ્યા છે. જો કે આ હોબાળાને લીધે પૂર્વ સરપંચ ભીખાભાઈને કાર્યાલય માંથી બહાર નીકળવું ભારે પડ્યું હતું.
વિરોધ કરનાર ભાજપના કાર્યકર્તાનો આરોપ છે કે ભીખા ગોહિલ નીખાણ ગામના પૂર્વ સરપંચ જિલ્લા ભાજપમાં હોદ્દો ધરાવે છે પરંતુ તે કોંગ્રેસ કાર્યાલયમાં વધુ હોય છે જેના કારણે આજે હલ્લાબોલ કરી કોંગી કાર્યાલયે મીડિયા સાથે ભાજપ ના સ્થાનિક કાર્યકરો પહોચ્યા અને હોબાળો મચાવ્યો હતો.