
Gujarat Weather News: ગુજરાતભરમાં ઉનાળા અને ચોમાસાની ઋતુ વચ્ચે ફરી ગરમીનો પારો ઉંચકાયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આરબસાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના વિજ્ઞાની પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, આરબસાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે જેથી દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 50-60 kmphની ઝડપે પવન ફંકાશે. આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા વર્તાઈ રહી છે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું એવામાં આજે અમદાવાદમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. બંદર ઉપર હાલ કોઈ સિગ્નલ નહિ.