Home / Gujarat / Jamnagar : Fighter plane crashes and bursts into flames

VIDEO: જામનગરમાં ફાઈટર પ્લેન થયું ક્રેશ, પ્લેનમાં ખામી સર્જાતા પાયલટે હિંમત દાખવી ગામને બચાવ્યું

ગુજરાતના જામનગરમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જામનગરના સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થતાં ભારે દોડધામ મચી જવા પામી છે. પ્લેન ક્રેશ થતાં પ્લેના ટૂકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, ફાઈટર પ્લેનમાં અગમ્ય કારણોસર ટેકનિકલ ખામી સર્જાતા પાયલટને તેની જાણ થઈ. નીચે જામનગરનો રહેણાંક વિસ્તાર હોવાથી ગામને બાચાવવા માટે અંતિમ ઘડી સુધી પાયલટ પ્લેનમાં બેસી રહ્યા હતા અને અંતે પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં 2 પાયલટ સવાર હતા જેમાંથી એક પાયલટ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ છે તો બીજા પાયલટની શોધખોળ ચાલુ છે.

મહેસાણામાં ટ્રેઈની મહિલા પાયલોટનું પ્લેન ક્રેશ થયું હતું

રાજ્યમાં 31 માર્ચ, 2025ના રોજ મહેસાણાના એરોડ્રોમ પર ચાલી રહેલા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાંથી ટ્રેનિંગ દરમિયાન એક નાના વિમાને ઉડાન ભરી હતું, જે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું છે. આ ઘટનામાં એક ટ્રેઈની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Related News

Icon