હોળી-ધૂળેટીના તહેવારો આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તો દ્વારકા પગપાળા જતા હોય છે. જો કે, ભગવાન કૃષ્ણના દર્શને પદયાત્રીઓ દર વર્ષે જતા હોય છે.
આ વર્ષે પણ ભક્તો દ્વારા દ્વારકા જવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારે જામનગરના વિક્ટોરિયા પુલ પાસે કબ્રસ્તાનમાંથી પથ્થરો પદયાત્રીઓ પર થયાનું સામે આવ્યું છે. જેમાં યાત્રિકોએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું. દ્વારકા જતા પદયાત્રીઓએ જણાવ્યું કે, કબ્રસ્તાન પાસેની જગ્યામાં 15થી 17 વર્ષના વિધર્મી યુવકો દોડતા દેખાયાનો દાવો કરાયો હતો. જો કે, બનાવની જાણ થતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે સમગ્ર બનાવની વિગત જાણીને સઘન તપાસ હાથ ધરી હતી.