સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આવેલા સરકારી ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના લીધા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિતના 10થી વધુ ફાયર ફાયરટો ગોડાઉન ખાતે બોલાવવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂ કરવાનો પ્રયાસ કરાયો છતાં 25 હજારથી વધુ ટેકાના ભાવે ખરીદેલી મગફળીની બોરીઓ સળગી ઉઠી હતી. આગના બનાવની જાણ થતા પોલીસ, પ્રાંત અધિકારી સહિતની ટીમના ધામા સરકારી ગોડાઉન ખાતે ખડકાઈ ગયા હતા.
JCB સહિતની મશીનરીથી દીવાલો તોડી ગોડાઉન ખુલ્લા કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આગ અને બોરીઓ બળી જતા ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેકાના ભાવે ખરીદી કરી જે ગોડાઉનમાં મગફળી મૂકવામાં આવી હતી ત્યાં ફાયર સેફટીના સાધનો જ ન હતા તપાસમાં ધડાકો થયો હતો.
ગોડાઉન મેનેજરને પૂછતા 'હું નવો આવ્યો છું' તેઓ જવાબ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યો. તાત્કાલિક પ્રાંત અધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા. ત્યારબાદ બળી ગયેલી મગફળીનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો અન્ય જથ્થાને પણ અસર થઈ હતી.
શરૂઆતની તપાસમાં એફસીઆઈના ગોડાઉનમાં ભારે બેદરકારીથી કરોડોનું નુકસાન થયાનું સામે આવ્યું છે. જો કે હજી FCIના ગોડાઉનમાં કપાસ મગફળી સહિતનો જથ્થો પડયો છે. આ સિવાય એક મહત્ત્વની વાત સામે આવી હતી કે, ઘટના બની પછી આગ બુજાવા માટે ગોડાઉન ઉપર સાધનો જ ન હતા.