ઉનાળો હજી શરું થયો નથી ત્યાં ધીમે ધીમે ગરમી વધતી જઈ રહી છે. જેથી આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ ઘટના પોરબંદરના છાયામાં ધીરેશ્વર મંદિર પાછળના જંગલમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે.
આગ એટલી ભયાનક હતી કે ત્રણ કિ.મી દૂરથી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આગની જાણ થતા ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.