
Edible Oil Price Hike : હોળી-ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. જેથી જનતાને આગામી સમયમાં આવનારા તહેવારોમાં હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ખાદ્ય તેલની આયાત પર ડ્યુટી વધારવામાં આવી હતી. તેની અસર સતત દેખાતી હતી. જો ચાલુ વર્ષની વાત કરીએ તો ખાદ્ય તેલમાં 3 રૂપિયાથી 11 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ચાલુ વર્ષમાં ખાદ્ય તેલની આયાતમાં ઘટાડો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય તેલની આયાત 4 વર્ષમાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે, ખાદ્ય તેલની આયાતમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ઊંચી આયાત જકાત હશે.
ઉપરાંત આગામી દિવસોમાં ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારાના સંકેત મળ્યા છે. ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારાથી સ્થાનિક ખેડૂતોને ટેકો કરે છે. પરંતુ ઈમ્પોર્ટમાં અછત અને સ્ટોરેજની કમીને લીધે આગામી દિવસોમાં ખાદ્યતેલમાં વધુ મોંઘવારી વધવાની સંભાવના છે. આવો તમને પહેલા જણાવીએ કે આખરે ખાદ્યતેલના ઈમ્પોર્ટમાં કેટલો ઘટાડો જોવા મળ્યો છે અને વર્તમાન વર્ષમાં ઓયલના છૂટક ભાવમાં કેટલો વધારો મળ્યો છે.
ઈમ્પોર્ટમાં ઘટાડો
મળતી માહિતી મુજબ, સોયાતેલ અને સૂર્યમુખી તેલની આયાતમાં ઘટાડો થવાને કારણે ફેબ્રુઆરીમાં ભારતની ખાદ્યતેલની આયાત ચાર વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ, જોકે પામતેલની આયાત જાન્યુઆરીમાં લગભગ 14 વર્ષના નીચલા સ્તરથી સુધરીને જોવા મળી. સતત બીજા મહિને સામાન્ય કરતાં ઓછી આયાતને કારણે વિશ્વના સૌથી મોટા વનસ્પતિ તેલ ખરીદનાર દેશમાં સ્ટોક ઘટી ગયો છે અને આગામી મહિનાઓમાં ભારતને ખરીદી વધારવાની ફરજ પડી શકે છે, જેનાથી મલેશિયન પામ તેલના ભાવ અને યુએસ સોયાતેલના વાયદાને ટેકો મળશે.
કયા તેલની આયાતમાં કેટલો ઘટાડો
ડિલરોના અનુમાન પ્રમાણે સોયાતેલ અને સૂર્યમુખી તેલની ઓછી ખેપને લીધે ફેબ્રુઆરીમાં દેશના કુલ ખાદ્યતેલ આયાતને 12 ટકા ઘટીને 884,000 ટન કરી દીધો, જે ફેબ્રુઆરી-2021 પછી સૌથી ઓછી છે. વિદેશોમાં ઉંચા ભાવે અને સ્થઆનિક ખાદ્ય તેલોની વધુ સપ્લાયે રિફઆઈનરીને ફેબ્રુઆરીમાં ઈમ્પોર્ટ ઓછો કરવા પ્રેરિત કર્યો. ડિલરોનું અનુમાન છે કે ફેબ્રુઆરીમાં ઓછી આયાતે ભારતમાં ખાદ્યતેલના સ્ટોકને એક મહિના પહેલાની સરખામણીમાં 26 ટકા ઘટાડીને પહેલી માર્ચે 1.6 મિલિયન ટન કરી દીધો છે, જે ચાર વર્ષના સૌથી વધુ સમયમાં ઓછો છે.
મળતી માહિતી અનુસાર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અસામાન્ય રીતે ઓછી આયાત પછી માર્ચથી દેશની આયાત વધવાની શરૂ થઈ શકે છે. ભારત મુખ્ય રીતે ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડથી પામોલિન તેજ ખરીદે છે, જ્યારે તે આર્જેન્ટિના, બ્રાઝિલ, રશિયા અને યુક્રેનથી સોયાતેલ અને સૂર્યમુખી તેલની આયાત કરે છે.
ખાદ્યતેલના ભાવમાં વધારો
મિનિસ્ટ્રી ઑફ કંઝયુમર અફેયરના આંકડાઓ અનુસર ચાલુ વર્ષે જ્યાં વનસ્પતિ ઓઈલના ભાવમાં છ રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 170 રૂપિયાથી 176 રૂપિયા થાય છે. જ્યારે બીજી બાજું સોયા તેલના ભાવમાં પાંચ રૂપિયાની તેજી જોવા મળી અને ભાવ 158 રૂપિયાથી 163 રૂપિયા પર આવી ગયા. સન ફલાવરના ભાવમાં 11 રુપિયાનો વધારો જોવા મળ્યો અને ભફાવ 170 રૂપિયાથી વધીને 181 રૂપિયા થઈ ગયા છે. છેલ્લે પામ ઓઈલના ભાવમાં ત્રણ રૂપિયાની તેજી જોવા મળી અને ભાવ 143 રૂપિયાથી વધીને 146 રૂપિયા થયા છે.